ઉમરેઠઃ મૂળ પંચમહાલના શહેરાના અને ઉમરેઠનું શિક્ષક દંપતી ગત મે માસમાં ચારધામની યાત્રાએ ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયું હતું. જો કે તેમના ગુમ થયા બાદ દંપતી દ્વારા ઉમરેઠમાં તેઓ જ્યાં ફરજ બજાવતાં હતાં તે સ્કૂલના શિક્ષકો, મિત્રવર્તુળ અને કેટલાક ગ્રામજનોને પટાવી-ફોસલાવી ટૂંક સમયમાં તેમના પૈસા પરત આપવાની શરતે રૂ. 10 કરોડ એકત્ર કર્યા હતા, જે રકમનું ફુલેકું ફેરવી ફરાર થયાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.