ચરોતરમાં 10 વર્ષમાં સારસ 500થી વધી 1477 થયાંઃ 10 વર્ષે 195 ટકાના વધારો

Wednesday 02nd July 2025 06:03 EDT
 
 

નડિયાદઃ આણંદના 18 તાલુકાનાં 199 ગામોમાં સારસ – ક્રેનનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું. માતરના લીંબાસી અને વસ્તાણા ખાતે કૃષિક્ષેત્રોમાં 153 ક્રેન સાથે સૌથી મોટો સમૂહ નોંધાયો હતો. મુખ્ય વેટલેન્ડ સમૂહોમાં ઓઝરાલ્લામાં 86 ક્રેન, પેરિએજમાં 69 ક્રેન અને ત્રાજમાં 65 ક્રેનનો સમાવેશ થાય છે.
ખેડા, આણંદ જિલ્લામાં તાજેતરમાં સારસ ક્રેન પક્ષીની દસમી વાર્ષિક ગણતરી હાથ ધરાઈ. વર્ષ 2025-26ની ગણતરીમાં કુલ 1477 સારસ ક્રેન નોંધાયાં છે, જે 2015-16 ના વર્ષથી 195 ટકાનો વધારો દર્શાવે છે. આ નોંધપાત્ર વધારો ટકાઉ સંવર્ધન પ્રયાસોની સફળતા દર્શાવે છે અને સતત નિવાસસ્થાનની સુરક્ષા તથા સામુદાયિક જોડાણ - લોકભાગીદારીનું મહત્ત્વ રજૂ કરે છે. આ ગણતરી અંગે યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામના મેનેજર ડો. જતિન્દર કૌરે જણાવ્યું હતું કે, સારસ ક્રેનની વસ્તી અને નિવાસસ્થાનને વધુ સારી રીતે સમજવા અમે દરવર્ષે સારસની વસ્તી ગણતરી હાથ ધરીએ છે.


comments powered by Disqus