અમદાવાદઃ ગુજરાતમાં 16 જૂનથી ચોમાસાનાં શ્રીગણેશ થઈ ચૂક્યાં છે, ત્યારે આ વર્ષે જૂન મહિનાના વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સામાન્ય રીતે જૂન મહિનામાં સરેરાશ 4.43 ઇંચ વરસાદ નોંધાય છે, જ્યારે આ વર્ષે જૂન મહિનામાં 11.55 ઇંચ વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર
શરૂઆતના સારા વરસાદના કારણે ધરતીપુત્રો આનંદિત થઈ ગયા હતા. જો કે સતત વરસાદના કારણે અને વરાપ ન નીકળતાં સૌરાષ્ટ્રના ઘેડ સહિતના અનેક વિસ્તારોમાં ઊભા પાકમાં સડો જોવા મળ્યો છે. અત્યાર સુધીના સરેરાશ કરતાં વધુ વરસાદથી સૌરાષ્ટ્રનાં પર્યટન સ્થળોએ ઝરણાં જીવંત બન્યા છે. કોડીનારના ઘાટવડના ઝમઝીર ધોધ પણ જીવંત બનતાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે 6 પ્રવાસી ફસાઈ ગયા હતા. આ પ્રવાસીઓને સ્થાનિકોએ બચાવ્યા હતા. જૂનાગઢમાં અત્યાર સુધી સરેરાશ 13.73 ઈંચ વરસાદ થયો છે.
કચ્છ
કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નખત્રાણાનો પાલર ધુના અને કુકરમુંડાનો વાલ્હેરી ધોધ સોળેકળાએ ખીલ્યો હતો. માંડવીના દરશડી પંથકમાં ધોધમાર વરસાદથી મોમાયમોરા ગામનું તળાવ ઓવરફ્લો થયું હતું. તો નખત્રાણાની બજારમાં નદીઓ વહેતી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.
ઉત્તર ગુજરાત
સાબરકાંઠાના પાલનપુરમાં પણ ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરના કારણે માલધારીઓનાં ગાય-ભેંસો તણાઈ જવાની ઘટના સામે આવી. બીજી તરફ અનેક મકાનો પણ ધરાશાયી થઈ ગયાં હતાં. આ દરમિયાન ખેડબ્રહ્મા અને અંબાજી જતા માર્ગ પર લેન્ડસ્લાઇડથી પથ્થરો પડ્યા હતા. તો કેટલાક સ્થળે ખેતરમાંથી પાક ધોવાઈ ગયો હતો.
મધ્ય ગુજરાત
ચોમાસાની શરૂઆતમાં જ ઉપરવાસમાં સારો વરસાદ થતાં મહિસાગર નદીમાં પાણીની સારી આવક થઈ હતી. જેથી ખેડાની જીવાદોરી વણાકબોરી વિયર શુક્રવારે ઓવરફ્લો થયો. અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ મેઘરજની રાજસ્થાન સરહદ પાસેનાં ગામોમાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો
દક્ષિણ ગુજરાત
દક્ષિણ ગુજરાતમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે તમામ જિલ્લામાં ખાનાખરાબી સર્જાઈ હતી. સુરતમાં ભારે વરસાદ વચ્ચે ગર્ભવતી મહિલાને દુખાવો ઊપડતાં તેને બોટમાં બેસાડી દવાખાને પહોંચાડાઈ હતી. સુરતમાં પાણી ભરાતાં સ્થિતિ એટલી હદે વણસી હતી કે રસ્તા પર હોડીઓ જોવા મળી હતી.
અમદાવાદઃ ગુજરાતમાં 16 જૂનથી ચોમાસાનાં શ્રીગણેશ થઈ ચૂક્યાં છે, ત્યારે આ વર્ષે જૂન મહિનાના વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સામાન્ય રીતે જૂન મહિનામાં સરેરાશ 4.43 ઇંચ વરસાદ નોંધાય છે, જ્યારે આ વર્ષે જૂન મહિનામાં 11.55 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રશરૂઆતના સારા વરસાદના કારણે ધરતીપુત્રો આનંદિત થઈ ગયા હતા. જો કે સતત વરસાદના કારણે અને વરાપ ન નીકળતાં સૌરાષ્ટ્રના ઘેડ સહિતના અનેક વિસ્તારોમાં ઊભા પાકમાં સડો જોવા મળ્યો છે. અત્યાર સુધીના સરેરાશ કરતાં વધુ વરસાદથી સૌરાષ્ટ્રનાં પર્યટન સ્થળોએ ઝરણાં જીવંત બન્યા છે. કોડીનારના ઘાટવડના ઝમઝીર ધોધ પણ જીવંત બનતાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે 6 પ્રવાસી ફસાઈ ગયા હતા. આ પ્રવાસીઓને સ્થાનિકોએ બચાવ્યા હતા. જૂનાગઢમાં અત્યાર સુધી સરેરાશ 13.73 ઈંચ વરસાદ થયો છે. કચ્છકચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નખત્રાણાનો પાલર ધુના અને કુકરમુંડાનો વાલ્હેરી ધોધ સોળેકળાએ ખીલ્યો હતો. માંડવીના દરશડી પંથકમાં ધોધમાર વરસાદથી મોમાયમોરા ગામનું તળાવ ઓવરફ્લો થયું હતું. તો નખત્રાણાની બજારમાં નદીઓ વહેતી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.ઉત્તર ગુજરાતસાબરકાંઠાના પાલનપુરમાં પણ ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરના કારણે માલધારીઓનાં ગાય-ભેંસો તણાઈ જવાની ઘટના સામે આવી. બીજી તરફ અનેક મકાનો પણ ધરાશાયી થઈ ગયાં હતાં. આ દરમિયાન ખેડબ્રહ્મા અને અંબાજી જતા માર્ગ પર લેન્ડસ્લાઇડથી પથ્થરો પડ્યા હતા. તો કેટલાક સ્થળે ખેતરમાંથી પાક ધોવાઈ ગયો હતો. મધ્ય ગુજરાતચોમાસાની શરૂઆતમાં જ ઉપરવાસમાં સારો વરસાદ થતાં મહિસાગર નદીમાં પાણીની સારી આવક થઈ હતી. જેથી ખેડાની જીવાદોરી વણાકબોરી વિયર શુક્રવારે ઓવરફ્લો થયો. અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ મેઘરજની રાજસ્થાન સરહદ પાસેનાં ગામોમાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો હતોદક્ષિણ ગુજરાતદક્ષિણ ગુજરાતમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે તમામ જિલ્લામાં ખાનાખરાબી સર્જાઈ હતી. સુરતમાં ભારે વરસાદ વચ્ચે ગર્ભવતી મહિલાને દુખાવો ઊપડતાં તેને બોટમાં બેસાડી દવાખાને પહોંચાડાઈ હતી. સુરતમાં પાણી ભરાતાં સ્થિતિ એટલી હદે વણસી હતી કે રસ્તા પર હોડીઓ જોવા મળી હતી.