ભુજ: કચ્છ જિલ્લા ભાજપ દ્વારા 23 જૂને જનસંઘના સ્થાપક એવા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લાનાં લગભગ તમામ બૂથ પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. સાથે-સાથે શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનચરિત્ર વિશે પણ સૌને માહિતગાર કરાયા હતા. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનો દ્વારા ભુજ મધ્યે કાશ્મીરની અખંડિતતા અને સૌહાર્દને જાળવી પોતાનું બલિદાન આપનારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈએ જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સમગ્ર કચ્છમાં દરેક બૂથમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અપાઈ છે.