પાટણના મોતીશા દરવાજા બહાર ખોડિયાર માતાજી મંદિરના 76મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગ ભક્તિભાવપૂર્વકે માતાજીની પાલખીયાત્રા નીકળી હતી. મંદિર પરિસરથી શરૂ થયેલી પાલખીયાત્રા બળિયાપાડા, લોટેશ્વર મહાદેવ, દોશીવટ થઈને આગળ વધી હતી. ત્યારબાદ ત્રણ દરવાજા, રતનપોળ અને ભદ્ર વિસ્તારથી પસાર થઈ હતી. અંતે મોતીશા દરવાજા થઈને મૂળ મંદિરે પરત ફરી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પાલખીયાત્રા સંપન્ન થયા બાદ મંદિર ખાતે માતાજીનો વિશેષ હવન યોજવામાં આવ્યો હતો. પાલખીમાં માતાજીની પધરામણીના યજમાન તરીકે પ્રકાશકુમાર હીરાલાલ પટેલે સેવા આપી હતી. હવનના યજમાન તરીકે અંકિત હીરાભાઈ પટેલે સેવા બજાવી હતી.