સંઘપ્રદેશ દમણના દરિયામાં બુધવારે અમાસની ભરતી સાથે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. અહીં નમોપથ પાસે દરિયાકિનારા પર 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં, જેમાં સહેલાણીઓએ મજા માણી હતી. નમોપથ પરથી પસાર થતાં વાહનચાહકોએ પણ ઊંચાં મોજાંને નિહાળી આનંદ લીધો હતો.

