ભુજઃ ભેડમાતાના સ્થળે યોજાયેલી સભામાં નક્કી થયા મુજબ કચ્છના ઊંટ ઉછેરક માલધારીઓના સમર્થન અને ઊંટના રક્ષણ માટે પ્રતિવર્ષ 22 જૂને વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ 23 જૂન 2025 સોમવારે આયોજન કરવામાં આવ્યું. કોટડા ચકાર નજીક આવેલા સરાણવાડી ભેડમાતા ખાતેના વિશ્વ ઊંટ દિવસના આ કાર્યક્રમમાં કચ્છ, સોરાષ્ટ્ર અને ગુજરાતના ઊંટપાલકો, પશુપાલન વિભાગ, લોકપ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી.