મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ કચ્છના કુરનમાં નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠિ કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સરકારી શાળાઓમાં ભણતાં બાળકોના ગાણિતિક જ્ઞાનની ચકાસણી કરવા માટે તેમને ઊભા કરીને અમુક ઘડિયા બોલવા જણાવ્યું હતું. તેમણે શાળાનાં બાળકો સાથે વાતો કરીને તેમના અભ્યાસનીે જાણકારી પણ મેળવી હતી.