પીએમ નરેન્દ્ર મોદીને શનિવારે જૈન સંત આચાર્ય શ્રી 108 વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહમાં ધર્મ ચક્રવર્તીની પદવીથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પીએમએ કહ્યું કે, ‘હું પોતાને આ બિરુદથી સન્માન માટે લાયક માનતો નથી, પરંતુ આપણી સંસ્કૃતિમાં એક પરંપરા છે કે સંતો પાસેથી જે કંઈ મળે તેને પ્રસાદ માનીને સ્વીકારીએ, તેથી જ હું આ સન્માનને પ્રસાદ તરીકે સ્વીકારું છું અને તેને ભારત માતાને સમર્પિત કરું છું.’ ભારત વિશ્વની સૌથી જૂની જીવંત સભ્યતા છે, દેશ હજારો વર્ષોથી અમર છે, કારણ કે તેના વિચારો અને દર્શન અમર છે. ભારતની સેવાની ભાવના કોઈપણ શરતને આધિન નથી. ભગવાન મહાવીર અહિંસા ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને એક વિશેષ સિક્કો પણ જાહેર કર્યો હતો.