પાલનપુરઃ અંબાજી હાઇવે પર રતનપુરની સોસાયટીમાં ગુરુવારે સવારે શિવમંદિરના ગર્ભગૃહમાં વીજળી પડી હતી. જ્યાં શિવલિંગ ફરતેની શિવધારાના પથ્થર તૂટીને મંદિરની બહાર 200 ફૂટ સુધી ફંગોળાયા હતા પણ શિવલિંગ તથા પંચતત્ત્વોને કોઈ નુકસાન થયું નહોતું. ઘટનામાં મંદિરની બાજુમાં આવેલી શાળાનાં 150 બાળકો, 8 શિક્ષકો અને 25 મકાનોમાં રહેતા લોકોનો બચાવ થયો છે. મંદિર પરિસર બહાર રસ્તા પાસે ઊભેલા થાંભલા પર વીજળી પડી હતી. જે વીજવાયર દ્વારા ગર્ભગૃહમાં શિવલિંગ પર ત્રાટકી હતી.