અમદાવાદના સરખેજમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી યુવતી સામે ભડભડ સળગ્યો

Wednesday 03rd December 2025 05:08 EST
 
 

અમદાવાદઃ સરખેજ વિસ્તારમાં ગુરુવારે એકતરફી પ્રેમમાં પાગલ યુવાન કામરાને આત્મદાહ કરી લીધો. એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથે તકરારના પગલે ઉશ્કેરાઈ યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. એ બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો.
આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ફતેહવાડીમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવતીની પાડોશમાં રહેતો કામરાન નામનો યુવક તેને છ મહિનાથી હેરાન કરતો હતો અને એકતરફી પ્રેમમાં પાગલ હતો. 27 નવેમ્બરે રાતે 8:30 વાગ્યે કામરાન હોસ્પિટલ પહોંચ્યો હતો અને યુવતી સાથે બોલાચાલી કરી હતી. હોસ્પિટલમાં માથાકૂટ બાદ યુવકે તોડફોડ કરી અચાનક જ પોતાના શરીર પર પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી.


comments powered by Disqus