કલોલની મેડીકલ કોલેજ પર ઈડીના દરોડા

Wednesday 03rd December 2025 05:53 EST
 
 

અમદાવાદઃ કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસ સહિત દેશભરમાં 36 આરોપી, મેડિકલ કોલેજો સામે લાંચ લઈ મેડિકલ કોલેજોને મંજૂરી આપવાનો સીબીઆઇએ ગુનો નોંધીને વાંધાનજક દસ્તાવેજો કબજે કર્યા હતા. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અનેક ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં મોટાપાયે વાંધાનજક દસ્તાવેજો કબજે કરી કાર્યવાહી હાધ ધરી હતી.


comments powered by Disqus