કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદના મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન

Wednesday 03rd December 2025 05:08 EST
 
 

અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સ – 2030ની જાહેરાત બાદ શહેરમાં ગેરકાયદે દબાણો સામે મ્યુનિસિપલ તંત્ર (AMC)એ સખત વલણ અપનાવ્યું છે. સાબરમતી વિસ્તારમાં 29 નવેમ્બરે AMC દ્વારા વિશાળ ડિમોલેશન ડ્રાઇવ હાથ ધરાઈ હતી. માહિતી મુજબ રોડ કપાત અમલીકરણને ગતિ આપવા અને માર્ગવ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. તંત્રએ કોમર્શિયલ તેમજ રહેણાક મળીને લગભગ 30 ગેરકાયદે એકમોનું ડિમોલિશન કર્યું છે. દબાણો શહેરનાં વિકાસકાર્યોમાં અવરોધરૂપ AMCના અધિકારીઓએ જણાવ્યું કે, ગેરકાયદે દબાણો શહેરનાં વિકાસકાર્યોમાં અવરોધરૂપ બને છે અને જાહેર સુવિધાઓમાં તકલીફ ઊભી કરે છે. તેથી નોટિસ બાદ પણ કબજો ન હટાવનારી સંસ્થાઓ અને રહેવાસીઓ સામે કાયદાની કાર્યવાહી અનિવાર્ય બની હતી.સ્થાનિક રહેવાસીઓમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી છે. કેટલાક લોકોએ માર્ગવિસ્તારને કારણે રાહત અનુભવી, જ્યારે કેટલાકે અચાનક કાર્યવાહીથી અસંતોષ વ્યક્ત કર્યો. શહેરમાં આવનારા દિવસોમાં આવી વધુ ડ્રાઇવ ચલાવવાની શક્યતા AMC દ્વારા વ્યક્ત કરાઈ છે.


comments powered by Disqus