અમદાવાદઃ કમ્બોડિયા અને મ્યાનમારના સક્રિય ચાઇનીઝ ગેંગ માટે ભારતથી મોટા પ્રમાણમાં ડમી સિમકાર્ડ મોકલતી ગેંગના મુખ્ય સાગરીતને અમદાવાદ સાઇબર ક્રાઇમે ઝડપી લીધો છે. બનાસકાંઠાનો રહેવાસી અને મુખ્ય સૂત્રધાર કુલદીપ જોષી દુબઈસ્થિત 2 એજન્ટને સિમકાર્ડ મોકલતો હતો. અત્યાર સુધીમાં કુલદીપે તેની ગેંગ સાથે મળીને 1500થી વધુ સિમકાર્ડ ગુજરાતથી દુબઈ મોકલ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ગેંગની પૂછપરછમાં હજુ પણ અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સાઇબર સેલની તપાસમાં સિમકાર્ડ સપ્લાયના કૌભાંડમાં મોબાઇલ સર્વિસ કંપનીના એજન્ટોની ભૂમિકા ખૂલી છે.
આ અંગે અમદાવાદ સાઇબર ક્રાઇમે વિજય રાવળ, શુભમ પરાડિયા અને કિરણ ઠક્કરને ઝડપી લીધા હતા, જે ડમી સિમકાર્ડ દુબઈ મોકલતા હતા.

