આણંદઃ પરમપૂજ્ય બ્રહાસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 104મા પ્રાગટ્યોત્સવની ચાણસદ ખાતે અત્યંત ભવ્ય, શાંતિમય અને ભાવવિભોર વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય પરંપરા, સેવા, સંસ્કાર અને સદાચારનું અમૂલ્ય કાર્ય કરનારા પ્રમુખસ્વામી મહારાજનો જન્મ માગશર સુદ આઠમ, વિક્રમ સંવત 1978ના દિવસે ચાણસદમાં થયો હતો. વડોદરા તથા આસપાસના વિસ્તારોથી હજારો ભક્તજનો ચાણસદ તરફ પદયાત્રા માટે નીકળ્યા હતા.

