મહેસાણાઃ દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 28 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ઇતિહાસમાં પહેલીવાર ડેરીની ચૂંટણી બિનહરીફ સમરસ જાહેર થઈ છે. ડેરીના 15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જે ડેરીના ચૂંટણી ઇતિહાસમાં એક નોંધનીય ઘટના છે.
15 બેઠકો પર 15 ઉમેદવારો બિનહરીફ
ચૂંટણી પ્રક્રિયામાં કુલ 63 ફોર્મ ભરાયાં હતાં, જેમાંથી 4 ફોર્મ રદ્દ થયા બાદ 59 ફોર્મ માન્ય રહ્યાં હતાં. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 44 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં અંતે 15 બેઠકો પર માત્ર 15 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતા અને તેમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

