નેવીમાં નોકરીના નામે રૂ. 40.34 લાખની છેતરપિંડી

Wednesday 03rd December 2025 05:53 EST
 
 

નવસારીઃ જલાલપોર તાલુકાના ઓંજલ ગામના એક યુવાનની ફરિયાદના આધારે મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાના બહાને 21 યુવાનો સાથે રૂ. 40.34 લાખની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ ઓંજલમાં રહેતા માછીમાર તુરંગમાર ટંડેલની દોઢ વર્ષ પહેલાં તેમના મિત્ર તર્પણ મારફતે વિનોદ પટેલ સાથે મુલાકાત થઈ હતી. વિનોદે તુરંગકુમારને મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. વિનોદે એડવાન્સ ફી પેટે રૂ. 2 લાખ મેળવ્યા હતા. બાદમાં મુંબઈમાં ઇન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. જે બાદ જોબ ઓફર આવી ગઈ હોવાનું જણાવી ટિકિટના બહાને વધુ રૂ. 50 હજાર પડાવી લીધા હતા વિનોદે માત્ર તુરંગકુમાર સાથે જ નહીં, પરંતુ 21 યુવાનો સાથે આ જ રીતે છેતરપિંડી આચરી હતી, જેમાં કુલ રૂ. 40.34 લાખની રકમ તેના દ્વારા પડાવી લેવાઈ હતી.


comments powered by Disqus