નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે નવી FIR

Wednesday 03rd December 2025 05:52 EST
 
 

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ ફરિયાદ ઇડી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઇડી દ્વારા આ હાઇપ્રોફાઇલ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરાઈ રહી છે. આ કેસમાં આરોપ મુકાયો છે કે, પક્ષના પ્રથમ પરિવારે વ્યક્તિગત લાભ માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.  સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ 3 ઓક્ટોબરે ગાંધી પરિવાર અને અન્ય 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગાંધી પરિવાર, કોંગ્રેસ નેતાઓ સુમન દુબે અને સામ પિત્રોડા, યંગ ઇન્ડિયન-ડોટેક્સ મર્ચ. લિ.ના પ્રમોટર સુનીલ ભંડારી, એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ અને અજાણ્યા લોકો સામે આરોપ દાખલ કર્યા છે.


comments powered by Disqus