પચ્છમનાં ગામોમાં ભરશિયાળે પાણીની બૂમ

Wednesday 03rd December 2025 05:08 EST
 

સુમરાપોરઃ સરહદી પચ્છમ વિસ્તારના ઉત્તરાદા પટ્ટીનાં ગામડાં ભરશિયાળામાં પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ઉનાળામાં તો અહીં પાણીની જરૂરિયાત વધુ હોવાના કારણે તીવ્ર તંગી સર્જાય જ છે, પરંતુ શિયાળામાં પણ પાણીની તંગી ઊભી થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ ત્યાં સુધી વણસી છે કે, હવે પચ્છમવાસીઓને પીવાનું પાણી ખરીદવું પડી રહ્યું છે. સ્થાનિકો 5000 લિટર પાણી રૂ. 800થી 1000 ખર્ચીને પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. ગરીબ પરિવાર પાણી ખરીદવા અસક્ષમ હોવાથી તળાવોનું દૂષિત પાણી પીવા મજબૂર છે.


comments powered by Disqus