નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરે બે દિવસ માટે ભારત પ્રવાસે આવશે. રશિયા-ભારત વચ્ચે વાર્ષિક સમિટ યોજાવાની છે, તેમાં પુતિન ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ડિફેન્સ, ઊર્જા સહિતનાં ક્ષેત્રે કરારો થવાની શક્યતા છે. બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં આદાન-પ્રદાનની પણ ચર્ચા થશે.
ભારત રશિયા પાસેથી એસ-300 રશિયન મિસાઇલ્સ ખરીદવાનું છે, તેમજ જૂની થઈ ગયેલી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમના સ્થાને નવી એસ-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. તે ઉપરાંત બીજી પાંચ એસ-400 સ્ક્વોડ્રન્સ પણ ખરીદવાનું છે. આ પ્રકારના કરારો થાય તેવી પ્રબળ શક્યતા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત રશિયાને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મોકલવાનું છે. આ એસ-400 વિમાનોની 3 સ્ક્વોડ્રન્સ તો ભારત પાસે છે જ, જે ઓપરેશન સિંદૂર સમયે કાર્યરત્ હતી. તે ઉપરાંત બીજી પાંચ સ્ક્વોડ્રન્સ માટે રશિયાના પ્રમુખ પુતિન ભારત આવે ત્યારે સોદો પાકો કરવામાં આવશે.
આ ફિફ્થ જનરેશન ફાઇટર્સ વાસ્તવમાં ભારત પોતાના જ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફટસ-2035માં કાર્યરત્ થાય તે પહેલાની વચગાળાની વ્યવસ્થા સમાન છે. બીજી તરફ ભારત તરફથી સુખોઈ-57 અને કેએફ-35 બેમાંથી એક અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. રશિયન પાનસ્ટર મિસાઇલ્સ સશસ્ત્ર તેવા કામિકાઝે ડ્રોન્સનો સામનો કરવા માટે છે. એસ-400 ને ભારતમાં સુદર્શન ચક્ર કહેવાય છે, કારણ કે રશિયન બનાવટના આ એસ-400 ટ્રાઇમ્ફ એર ડિફેન્સ મિસાઇલ, દુનિયાની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમની બરાબર કરી શકે તેમ છે. તે નામ ભગવાન વિષ્ણુના શસ્ત્ર સુદર્શન ચક્ર પરથી અપાયું છે. રશિયાની અલ્માઝ- એન્તે (સરકારી) કંપની દ્વારા બનાવાયેલી એસ-400 મિસાઇલ્સ વિમાનો, ડ્રોન તેમજ મિસાઇલ્સને 600 કિ.મી. દૂરથી પકડી પાડે છે અને 400 કિલોમીટરે દૂર હોવા છતાં તેને તોડી પાડી શકે છે. ટૂંકમાં ભારત કોઈ મહાયુદ્ધ આવી પડે તો તે સામે સજ્જ બની રહ્યું છે.

