ગાંધીનગરઃ શહેરના સેક્ટર-17માં આવેલી સર્વશિક્ષા અભિયાનની કચેરીમાં સ્ટેટ ઇજનેર તરીકે ફરજ બજાવતા નિપુણ ચોક્સીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લેવાયો છે. પાટણના બાલિયાની વિદ્યાલયનાં બિલનાં નાણાં મંજૂર કરવા કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 1.21 લાખની લાંચ માગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ બનાવ બાદ 5 વર્ષ પછી આરોપી સામે અપ્રમાણસર મિલકત મળતાં ગુનો નોંધાયો છે. આરોપી પાસેથી રૂ. 3.08 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે.
ગાંધીનગર એસીબી નિયામક એ.કે. પરમારની ટીમના પીઆઇ એચ.બી. ચાવડાએ ગુનાની તપાસ કરી હતી.

