સુરતઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સીઆઇએસએફ અને કસ્ટમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ક્રાઇમબ્રાન્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટથી બેંગકોકથી સુરત આવેલા મુંબઈના આધેડને 4.035 કિલો હાઇબ્રીડ ગાંજા સાથે 2 અઠવાડિયા અગાઉ ઝડપ્યો હતો. ક્રાઇમબ્રાન્ચના કબજામાં રહેલી તેની બેગથી હવે ક્રાઇમબ્રાન્ચે વધુ 4.800 કિલો હાઇબ્રીડ ગાંજો કબજે કર્યો છે. મુંબઈના આધેડે ટ્રોલી બેગના નીચેના પડમાં આ ગાંજો છુપાવ્યો હતો સ્કેનરથી બચવા કાર્બન પેપર રાખ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે બે અઠવાડિયા અગાઉ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સીઆઇએસએફ-કસ્ટમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ શખ્સને ઝડપ્યો હતો.

