મહેસાણામાં BLOનું હૃદયરોગના હુમલાથી મોત

Wednesday 03rd December 2025 05:07 EST
 
 

મહેસાણાઃ રાજ્યમાં ચાલી રહેલ SIRની કામગીરી દરમિયાન વધુ એક શિક્ષકનું મોત નીપજ્યું છે. શિક્ષકનું મોત થતાં પરિવારજનો તેમજ મિત્રવર્તુળમાં શોકનો માહોલ વ્યાપ્યો હતો. સતલાસણાના સુદાસણ ગામે રહેતા અને બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષક દિનેશભાઈ રાવળનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું માહિતી મળી છે. દિનેશભાઈ રાવળ ઘરેથી SIRનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલાં જ તેમનું અવસાન થયું હતું.


comments powered by Disqus