મહેસાણામાં એક અનોખો લગ્નપ્રસંગ યોજાયો, જ્યાં પિતા જનકભાઈ યોગીએ દીકરી શ્રેયાનાં લગ્નમાં સનાતન પરંપરાને જીવંત રાખતાં દેશી ગાયનું દાન કર્યું. લગ્ન મંડપમાં વાછરડા સાથે ગાય દીકરીને અપાઈ ત્યારે મહેમાનોએ હર્ષોલ્લાસ સાથે ‘ગાય માતાની જય’ નો નારો લગાવ્યો હતો. લગ્નની ચોરીમાં ગાયના પૂજન બાદ પિતાએ દીકરી શ્રેયા અને જમાઈને ગાયનું દાન કર્યું. ગૌદાન બાબતે જનકભાઈએ કહ્યું, શાસ્ત્રમાં કહેવાયું છે, ગૌદાન સર્વોથી શ્રેષ્ઠ પુણ્ય છે, ભગવાન હરિ પ્રસન્ન થાય છે.

