જૂનાગઢઃ ગીરગઢડા તાલુકાના પીછવી ગામ નજીક ધડબુકવાડી વિસ્તારમાં બુધવારે થયેલી કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક ફેલાવ્યો હતો. વાડીમાં રહેતા હરસુખભાઈ મકવાણાની 2 વર્ષની દીકરી આરાધ્યા આંગણે રમતી હતી, જ્યારે તેની માતા ભારતીબહેન ઘરકામમાં વ્યસ્ત હતાં. એ દરમિયાન અચાનક જંગલ વિસ્તારથી એક સિંહણ ધસી આવી અને માતાની નજર સામે બાળકીને ઉઠાવી ભાગી ગઈ. પરિવારમાં લગ્નપ્રસંગ હોવાથી ઘરના પુરુષો ગામમાં હતા અને વાડીમાં માત્ર મહિલાઓ હાજર હતી.

