સફારી રૂટ પર એકસાથે 11 સિંહનો કાફલો

Wednesday 03rd December 2025 05:08 EST
 
 

ગીરના સિંહોને તેમના ભવ્ય દેખાવના કારણે ‘ડાલામથ્થા સાવજ’ તરીકે ઓળખવામાં આવે છે. ગીર સફારીમાં સિંહદર્શન માટે નીકળ્યા હોવ અને એક કે બે સિંહનાં દર્શન થાય તો પણ પ્રવાસીઓ માટે અવિસ્મરણીય ક્ષણ બની જાય છે. તાજેતરમાં સાસણ ગીરમાં સફારી રૂટ પર એકસાથે 11 સિંહના કાફલાએ રૂટ પર કબજો જમાવી પોતાનો શાહી અંદાજ બતાવ્યો હતો. આ અદભુત દૃશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરી લીધાં હતાં.


comments powered by Disqus