કાશ્મીરમાં શારદા ભવાની મંદિર ત્રણ દાયકા બાદ ફરી ખૂલ્યું

Wednesday 03rd September 2025 09:12 EDT
 
 

શ્રીનગરઃ કાશ્મીરી પંડિત સમુદાયે રવિવારે જમ્મુ-કાશ્મીરના બડગામમાં શારદા ભવાની મંદિરને ત્રણ દાયકા કરતાં પણ વધારે સમય બાદ ફરી ખોલી નાખ્યું છે. આ સમારોહમાં સ્થાનિક મુસ્લિમ સમુદાયે પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. બડગામના ઈચકૂટ ગામમાં મુહૂર્ત અને પ્રાણપ્રતિષ્ઠાની સાથે આયોજિત આ સમારોહમાં કાશ્મીરી પંડિત પરિવારોનું એક જૂથ 1990ના દાયકામાં કાશ્મીર ખીણમાં ઉગ્રવાદ ભડક્યા બાદ પહેલીવાર પોતાના પૈતૃક ગામે પરત
આવ્યું હતું.
એક મુસ્લિમ વૃદ્ધે જણાવ્યું કે, આ કાશ્મીરી પંડિતોની જન્મભૂમિ છે અને બંને સમુદાય સાથે વિકસિત થયા છે. શારદા સ્થાપના સમુદાયના અધ્યક્ષ સુનીલકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, અમે કહી શકીએ છીએ કે આ મંદિર પાકિસ્તાન સ્થિત શારદા માતાના મંદિરની એક શાખા છે. અમે ઘણા સમયથી આ મંદિર ફરી ખોલવા માગતા હતા. સ્થાનિક મુસલમાનો પણ એમ ઇચ્છતા હતા. તેઓ અમને નિયમિત રૂપે આ મંદિરને ફરી ખોલવા માટે આગ્રહ કરતા હતા. જેથી પંડિત સમુદાયે 35 વર્ષ બાદ મંદિરને ફરી ખોલ્યું છે.


comments powered by Disqus