24 કલાકમાં 74 ટન કોલસાનું અનલોડિંગઃ કંડલા પોર્ટનો વિક્રમ

Wednesday 04th June 2025 06:11 EDT
 
 

ભુજઃ દીનદયાળ બંદર ઓથોરિટી (ડીપીએ), કંડલાએ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જેમાં એમવી કેમેક્સ રૂલર જહાજે માત્ર 24 કલાકમાં 79,780 ટન સ્ટીમ કોલસો ઉતારી બંદરની કાર્યક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિદ્ધિ 29 મે 2025થી 30 મે 2025 દરમિયાન બર્થ CJ-08 ખાતે હાથ ધરાઈ હતી, જે બંદરનો અત્યાર સુધીનો સૌથી ઝડપી એક દિવસનો ડિસ્ચાર્જ રેકોર્ડ બન્યો છે. આ ઉત્કૃષ્ટ સફળતા વેસલ એજન્ટ મેસર્સ જિનેસિસ શિપિંગ, સ્ટીવડોર મેસર્સ શિવ શિપિંગ સર્વિસીસ અને આયાતકાર મેસર્સ ગેલન્ટ મેટલ્સના સંકલિત પ્રયાસોનું પરિણામ છે. દીનદયાળ બંદર ઓથોરિટીના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘે જણાવ્યું કે, ‘આ સિદ્ધિ બંદરની ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવાના અમારા લક્ષ્યને દર્શાવે છે.’


comments powered by Disqus