અમદાવાદ એરપોર્ટ પર હવે વિદેશી મુસાફરો માટે ફ્રી વાઇફાઇ સેવા ઉપલબ્ધ

Wednesday 04th June 2025 06:13 EDT
 
 

અમદાવાદઃ એરપોર્ટ પર વિદેશી મુસાફરો માટે ટર્મિનલ-2 પર નવા ચાર વાઇફાઇ કિઓસ મશીન મૂકવામાં આવ્યાં છે. ભારતીય મોબાઇલ નંબર ન હોય તેવા વિદેશી મુસાફરો તેમનો પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ સ્કેન કરીને પેપર પ્રિન્ટ આઉટમાં OTP મેળવી વાઇફાઇ કનેક્ટ કરી એરપોર્ટ પરની ફ્રી - વાઇફાઇ સેવાનો ઉપયોગ કરી શકશે.
ટર્મિનલ-1 પર બે અને ટર્મિનલ-2 પર 7 મળીને કુલ 9 વાઇફાઇ કિઓસ્ક મશીન મૂકવામાં આવ્યાં છે. ટર્મિનલ-1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયા ગ્રાઉન્ડ ફ્લોર બોર્ડિંગ ગેન-9ની સામે એરાઇવલમાં ઇન્ફોર્મેશન ડેસ્ક પાસે મશીનો મુકાયાં છે. જ્યારે ટર્મિનલ-2 પર ડિપાર્ચર ચેકિંગ એરિયા ઇન્ફર્મેશન ડેસ્ક પાસે, ડિપાર્ચર ફર્સ્ટ ફ્લોર બોર્ડિંગ ગેટ -2 ની પાસે, ફર્સ્ટ ફ્લોર બોર્ડિંગ ગેટ 4 અને 5 ની પાસે, ડોમેસ્ટિક સિક્યુરિટી હોલ્ડ એરિયા ગ્રાઉન્ડ ફ્લોર બોર્ડિંગ ગેટ નંબર-9ની પાસે, ડોમેસ્ટિક અરાઇવલ નજીક ઈન્ફર્મેશન ડેસ્ક પાસે, ઇન્ટરનેશન અરાઇવલ પ્રિ-ઈમિગ્રેશન એરિયા પાસે અને ઈન્ટરનેશનલ અરાઇવલ બોર્ડિંગ બોડિંગ ગેટ નં. 6 ની પાસે આ મશીનો મૂકવામાં આવ્યાં છે.


comments powered by Disqus