ખંભાળિયાના દરિયાકાંઠેથી રૂ. 6.61 કરોડનો ચરસનો જથ્થો જપ્ત

Wednesday 04th June 2025 06:12 EDT
 
 

ખંભાળીયા: ભાટિયા આઉટ પોસ્ટ હેઠળના દરિયાકિનારે પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બેગમાં વીંટેલા 13.239 કિલોગ્રામ વજનના અને રૂ. 6,61,95,000ની કિંમતનાં ચરસનાં 10 પેકેટ મળી આવતાં પોલીસે તે કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
29 મેએ ભાટિયા આઉટ પોસ્ટ હેઠળના દરિયાકાંઠા પર ફૂટ પેટ્રોલિંગમાં ગોજીનેશ ગામની સીમના દરિયાકાંઠે પોલીસને બિનવારસી કાપડની બેગમાં ચરસનાં 10 પેકેટ મળ્યાં હતા. પોલીસે જથ્થો કબજે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પરથી સમયાંતરે ચરસનો જથ્થો મળી રહ્યો છે પણ જથ્થો લાવનારા પોલીસના હાથમાં આવતા નથી. પોલીસ દ્વારા આ અંગે ચરસ મોકલનારા શખ્સ અને તેને કોણ લેવાનું હતું તે અંગેની તપાસ હાથ ધરાઈ છે.


comments powered by Disqus