દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય 7.65 ટકા સાથે ચોથા ક્રમાંકે

Wednesday 04th June 2025 06:12 EDT
 
 

અમદાવાદઃ દૂધ ઉત્પાદન ગુજરાતીઓની આર્થિક જીવાદોરી બની રહી છે. રાજ્યમાં 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 72 લાખ ટનનો વધારો થયો છે. 2013-14માં 1.11 કરોડ ટન દૂધ ઉત્પાદન હતું, જે 2023-24માં વધીને 1.83 કરોડ ટને પહોંચ્યું છે, જે 10 વર્ષમાં સરેરાશ 64.79 ટકાનો વધારો સૂચવે છે. આ સાથે ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. પ્રથમ પાંચ દૂધ ઉત્પાદક રાજ્યોમાં ઉત્તરપ્રદેશ 3.87 કરોડ ટન સાથે દેશમાં પ્રથમ નંબરે છે. રાજસ્થાન બીજા, મધ્યપ્રદેશ ત્રીજા અને મહારાષ્ટ્ર પાંચમા ક્રમે છે. દેશના કુલ દૂધ ઉત્પાદનમાં 54 ટકા હિસ્સો માત્ર આ પાંચ રાજ્યોનો છે.
ગુજરાતમાં માથાદીઠ દૂધ ઉપલબ્ધતા 700 ગ્રામ છે. કેન્દ્રીય પશુપાલન મંત્રાલયના એનિમલ હસબન્ડરી સ્ટેટેટિક્સ 2024 મુજબ દેશમાં 10 વર્ષમાં 10.16 કરોડ ટન દૂધ ઉત્પાદન વધ્યું છે. 2013-14માં 13.76 કરોડ ટન સામે 2023-24માં આ આંકડો 23.92 કરોડ ટને પહોંચી ગયો છે. દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 7.65 ટકા રહ્યો છે.


comments powered by Disqus