વર્ષ 2013માં છેલ્લે કેરલમાં દેખાયેલું ‘સબાઇન ગુલ' નામનું વિદેશી પક્ષી ગુજરાતના નળસરોવર પક્ષી અભયારણ્યમાં શુક્રવારે નજરે પડ્યું હતું. નળ સરોવર પક્ષી અભયારણ્ય ડિવિઝનના નાયબ વનસંરક્ષક સક્કિરા બેગમે જણાવ્યું હતું કે, ‘સબાઇન ગુલ’નું ભારતીય ઉપમહાદ્વીપ પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે. જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર આવો નજારો જવલ્લે જોવા મળે છે. આ અદ્ભુત નજારો ભારતમાં છેલ્લે વર્ષ 2013માં કેરલમાં જોવા મળ્યો હતો. નળ સરોવર ખાતે જોવા મળેલા આ દુર્લભ પક્ષીની તસવીર ગાઇડ ગની સમાએ ક્લિક કરી હતી.