અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગને મે-2025માં જીએસટી હેઠળ રૂ. 6,265 કરોડની આવક થઈ છે, જે મે 2024માં થયેલી રૂ. 5234ની આવક કરતાં 20 ટકા વધુ થઈ છે. આમ રાજ્યને જીએસટી. વેટ અને વિદ્યુત શુલ્ક હેઠળ કુલ રૂ. 10,244 કરોડની આવક માત્ર મે માસમાં થઈ છે.
તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગને મે-2025માં ગત વર્ષ કરતાં 20 ટકા વધારે આવક થઈ છે. મે 2025માં રાજ્યને જીએસટી હેઠળ રૂ. 6,265 કરોડની આવક થઈ છે. રાષ્ટ્રીયકક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 16 ટકા રહ્યો છે. રાજ્યને મે-2025માં વેટ હેઠળ રૂ. 2,783 કરોડ, વિદ્યુતશુલ્ક હેઠળ રૂ. 1.137 કરોડ અને વ્યવસાયવેરા હેઠળ રૂ. 22 કરોડની આવક થઈ છે. આમ રાજ્ય કરવિભાગને જીએસટી વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. 10.244 કરોડની આવક થઈ છે. આમ સતત જાન્યુઆરી 2024થી આવક રૂ. 10 હજાર કરોડને પાર રહી છે. જીએસટીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.