શાળા પ્રવાસમાં બે પોલીસ જવાન ફરજિયાતઃ ડીજીપી

Wednesday 04th June 2025 06:12 EDT
 
 

અમદાવાદઃ રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે શાળાઓને ટૂર  દરમિયાન વિદ્યાર્થીઓની બસમાં બે પોલીસ જવાન ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હશે તો મહિલા પોલીસ પણ ફાળવાશે. આ નિર્ણય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કોન્ફરન્સ 2024માં મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનને પગલે લેવાયો છે.


comments powered by Disqus