રાજકોટઃ સૌરાષ્ટ્રની જાણીતી રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત ત્રણને હત્યાકેસમાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટાકારાઈ છે. ઉચાપત કર્યાની આશંકાએ અમદાવાદના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીનું અપહરણ કરી રાજકોટ લાવ્યા બાદ તેની હત્યા કરાઈ હતી. તાજના સાક્ષી બનેલા સમીર ગાંધીને કોર્ટે માફી આપી હતી, જ્યારે 6 આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો હતો.
અમદાવાદના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીનું ફેબ્રુઆરી 2016માં અપહરણ કરાયું હતું. તેમને રાજકોટ લાવી રાજમોતી ઓઈલ મિલમાં લઈ જઈ માર માર્યો હતો. એ પછી માર્ચ 2016માં બેડીપરા પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા, જ્યાં એએસઆઈ યોગેશ ભટ્ટે પણ તેમને મર્યા હતા. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. અધિક સેશન્સ કોર્ટે સમીર શાહ, તત્કાલીન એએસઆઇ યોગેશ ભટ્ટ અને ચોકીદાર ક્રિપાલસિહને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો.