26 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરની સ્થાપનાને 614 વર્ષ થઈ ગયાં. બુધવારે શહેરની વર્ષગાંઠ હતી. જે નિમિત્તે શહેરના મેયર સહિતના મહાનુભાવોએ માણેક બુર્ઝ પરથી પુષ્પવર્ષા કરી વધામણી કરી હતી. માણેકનાથ બાવાની સ્મૃતિમાં એક સમયે શહેરની એક તરફની સીમાનો છેડો ગણાતા આ બુર્ઝને માણેક બુર્ઝ નામ આપવામાં આવ્યું હતું.

