આણંદ: આણંદ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ સોમવારે મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપના દ્વારા રજૂ કરાયું. મનપા કમિશનરે વર્ષ 2025-26નું અંદાજિત રૂ. 1055.32 કરોડનું બજેટ કલેક્ટર પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કર્યું હતું. મહાનગરપાલિકાનું પ્રથમ વર્ષ હોવાથી કર અને દરમાં કોઈ વધારો કરાયો નથી.
બજેટમાં વિવિધ સ્થળે ડામર,ે આરસીસી રોડ બનાવાશેે. જળસંગ્રહ શક્તિ વધારવા 4 તળાવો ઊંડાં કરવા સાથે ફ્રન્ટ ડેવલપમેન્ટ-બ્યૂટિફિકેશન કરાશે. આરોગ્યલક્ષી સુખાકારીમાં વધારો કરવા બે ઓક્સિજન પાર્ક, બે નવા પાર્ટી પ્લોટ, 2 જિમ, સ્વિમિંગ પુલ, 4 યોગા સેન્ટર સહિત જાપાનની મિયાવાકી પદ્ધતિથી નવું ગાર્ડન બનાવાશે.

