ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અધ્યક્ષપદે શુક્રવારે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSUનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ખાસ હાજરી આપી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિ મુર્મૂએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી તેમજ સુલભ ન્યાય પ્રક્રિયા માટે પ્રવૃત્ત થવા આહવાન કર્યું હતું. સાથે જ તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે સૌને પ્રતિબદ્ધ થવા અનુરોધ કરતાં કહ્યું કે, ગુજરાત દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1,562 વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ હતી.
ભુજના સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કર્યું
કચ્છના બે દિવસના પ્રવાસે આવેલાં ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે તેમણે વિશ્વના સૌથી મોટા સિમ્યુલેટર પર વર્ષ 2001ના ભૂકંપનો અનુભવ કર્યો હતો. પ્રથમ દિવસે ભુજ અને ધોરડોના સફેદ રણમાં સૂર્યાસ્ત માણ્યો હતો. રાષ્ટ્રપતિએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો હતો. તેમણે કચ્છી રોગન આર્ટ, મડ વર્ક, ભરતકામ અને વણાટકામ સહિતની કારીગરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
SoU ખાતે સરદારને ભાવાંજલિ આપી
કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથેસાથે જંગલ સફારી પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જંગલ સફારી, નર્મદા ડેમ અને એસઓયુની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિદ્યાંચલ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. તેમણે જંગલ સફારી પાર્કમાં જેગુઆર, એશિયાઈ સિંહ, બેંગાલ ટાઇગર, દીપડા જેવાં પ્રાણીઓ તેમજ પક્ષીઘરમાં રહેલાં દેશ અને દુનિયાના વિવિધ પ્રજાતિનાં પક્ષીઓને નજીકથી નિહાળ્યાં હતાં. જંગલ સફારી પાર્ક વિશે પાર્કના એજ્યુકેશન ઓફિસર શશિકાંત શર્માએ જાણકારી આપી હતી. 30 મિનિટની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ જંગલ સફારીમાં ઊભી કરાયેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
NID કોન્વોકેશનમાં મુખ્ય મહેમાન બન્યાં
અમદાવાદમાં એનઆઇડી (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન)ના કોન્વોકેશનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે, આપણી આસપાસ ઘણી સમસ્યાઓ છે, અને તેમાંથી ઘણી માટે ડિઝાઇનમાં સુધારાની જરૂર છે અને તે મહાન સંસાધનોની જરૂર નથી. સર્જનાત્મક વિચારસરણી એવા ઉકેલો મળી શકે છે કે જે જીવનની સરળતામાં સુધારો કરી શકે છે, ખાસ કરીને વંચિત સમુદાયો માટે તેઓએ કહ્યુ કે, આપણા દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ડિઝાઇન ઘણીવાર ઓછી નોંધવામાં આવતી પરંતુ નિર્ણાયક પરિબળ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, પરંપરાગત રીતે આપણા દેશમાં તમામ સમુદાયોમાં રોજિંદા જીવનના ફેબ્રિકમાં ડિઝાઇન વણાયેલી છે. આપણે વધુ પરંપરાગત ડિઝાઇન સિસ્ટમ્સ સહિત જ્ઞાન પ્રણાલીનો અભ્યાસ અને દસ્તાવેજીકરણ કરવાની જરૂર છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અધ્યક્ષપદે શુક્રવારે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSUનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ખાસ હાજરી આપી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિ મુર્મૂએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી તેમજ સુલભ ન્યાય પ્રક્રિયા માટે પ્રવૃત્ત થવા આહવાન કર્યું હતું. સાથે જ તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે સૌને પ્રતિબદ્ધ થવા અનુરોધ કરતાં કહ્યું કે, ગુજરાત દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1,562 વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ હતી.