નવી દિલ્હીઃ એક વિશેષ અદાલતે એન્ટિ-કરપ્શન બ્યૂરો (ACB)ને પૂર્વ - સેબી ચેરપર્સન માધવી પુરી બુચ અને અન્ય 5 અધિકારી વિરુદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો છે. આ આદેશ સ્ટોક માર્કેટ કૌભાંડ અને નિયમનકારી ઉલ્લંઘનો સંબંધિત છે. અદાલતના જજ શશિકાંત બાંગરે જણાવ્યું કે નિયમનકારી ખામીઓ અને ગઠબંધનના પ્રાથમિક પુરાવા નિષ્પક્ષ તપાસની માગ કરે છે. અદાલતે 30 દિવસમાં સ્થિતિ રિપોર્ટ માગ્યો છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે સેબી અધિકારીઓ ફરજમાં નિષ્ફળ ગયા, બજારમાં હેરફેર સરળ બનાવી નિયત માપદંડોને પૂર્ણ ન કરી કોર્પોરેટ છેતરપિંડીનો માર્ગ મોકળો કર્યો.

