ભવનાથમાં પાંચ દિવસ ચાલેલો મહાશિવરાત્રીનો મેળો નાગા સાધુ-સંતોની રવાડી બાદ મૃગીકુંડમાં સ્નાન સાથે સંપન્ન થયો. રાતે સંતોની રવાડી જોવા હકડેઠઠ ભીડ જામી હતી. સાધુસંતોની અંગ કસરત, તલવારબાજી અને લાઠીદાવ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાત્રે નવ વાગ્યા પછી બેન્ડવાજાં, ઢોલ-નગારાં સાથે યોજાનારો રવેડીનો ભવનાથ મંદિર પાછળ આવેલા જૂના અખાડાથી પ્રારંભ થયો હતો. આ અવસરે દેવાધિદેવ મહાદેવની મહાઆરતીની સાથે મેળાનું સમાપન થયું હતું.