ઇમ્ફાલઃ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ ગવર્નર અજય ભલ્લાએ ઉગ્રવાદીઓને લૂંટેલાં હથિયાર સરેન્ડર કરવા છેલ્લી તારીખ આપી હતી. જે બાદ હથિયારોનો મોટો જથ્થો સુરક્ષાબળ અને પોલીસ પાસે આવી ચૂક્યો છે. મણિપુરમાં અરમબાઈ ટેંગોલના કાર્યકરોએ ગુરુવારે ઇમ્ફાલમાં પ્રથમ મણિપુર રાઇફલ પરિસરમાં કુલ 307 હથિયારો પૈકી 246 હથિયારો પરત સોંપી દીધાં છે, જ્યારે પહાડી અને ઘાટીના જિલ્લાઓમાં અન્ય 61 હથિયાર ઉગ્રવાદીઓ દ્વારા સોંપવામાં આવ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દિલ્હીમાં મણિપુરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 8 માર્ચથી મણિપુરના તમામ રસ્તા પર જનતાની મુક્ત અવર-જવર સુનિશ્ચિત કરવામાં આવે.