લખનઉઃ બહુજન સમાજ પક્ષના વડા માયાવતીએ, એમના ભત્રીજા આકાશ આનંદને પક્ષના મહત્ત્વપૂર્ણ બધા પદો પરથી હટાવી દેવાયા અંગે જણાવ્યું કે પોતે પક્ષના હિત માટે આકાશને હાંકી કાઢ્યો છે. આકાશનો પ્રતિભાવ સ્વાર્થી તથા ઉદ્ધત હતો.
માયાવતીએ કહ્યું કે રવિવારે યોજાયેલી બસપાની બેઠકમાં, પક્ષના હિત કરતાં પણ વધારે, પોતાના શ્વસુર અશોક સિધ્ધાર્થથી સતત પ્રભાવિત રહેતા હોવાથી આકાશને પક્ષની તમામ જવાબદારીઓથી મુક્ત કરાયો છે. આવાં કૃત્ય બદલ આકાશને પસ્તાવો થવો જોઈએ.
“ઊલટું, આકાશે આપેલા લાંબા પ્રતિભાવમાં એમની પશ્ચાતાપ તથા રાજકીય પરિપક્વતાની કોઈ નિશાની નથી, પરંતુ તેઓ મોટાભાગે સ્વાર્થી અને ઉદ્ધત જણાયા છે, કે જેઓ એમના શ્વસુરના સ્વભાવથી અંજાયેલા છે, એમ માયાવતીએ હિન્દીમાં, લખાયેલી X પરની પોસ્ટમાં જણાવ્યું. આથી બાબાસાહેબની ચળવળના સન્માનમાં તથા કાશીરામજીની શિસ્ત પરંપરા સંદર્ભે આકાશ આનંદને એમના પિતાની જેમ પક્ષમાંથી હાંકી કઢાયો છે.