ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે કચ્છની મુલાકાત દરમિયાન ખડીર બેટ સ્થિત 5 હજાર વર્ષ જૂની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. રાષ્ટ્રપતિએ ધોળાવીરા મુલાકાત દરમિયાન હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ, ગટર વ્યવસ્થા, વિશાળ દીવાલો, મણકા બનાવવાની ફેક્ટરી, પગથિયાંવાળી વાવ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોયાં હતાં.

