અમદાવાદઃ આણંદ રેલવે સ્ટેશન પર વંદે ભારત અને તેજસ એક્સપ્રેસને સ્ટોપેજ ન હોવાથી સ્થાનિક મુસાફરોને મુશ્કેલીઓ સામનો કરવો પડતો હતો. લોકોની આ મુશ્કેલીને ધ્યાને લઈ આણંદના સાંસદ મિતેષ પટેલ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે તાત્કાલિક રેલવે મંત્રાલય અને વડાપ્રધાનને બંને ટ્રેનને સ્ટોપેજ આપવા માટે રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે વંદે ભારત અને તેજસ એક્સપ્રેસને આણંદનું સ્ટોપેજ અપાતાં જનતામાં આનંદ વ્યાપ્યો છે. આણંદ શહેર સહિત જિલ્લાના લોકોને વંદે ભારત અને
તેજસ એક્સપ્રેસમાં મુસાફરી માટે વડોદરા સુધી લાંબું થવું પડતું હતું.

