આણંદઃ ચારુતર વિદ્યામંડળ દ્વારા વલ્લભ વિદ્યાનગરના 80મા સ્થાપનાદિન નિમિત્તે આદ્યસ્થાપકોની પ્રતિમાઓને પુષ્પાંજલિ બાદ વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં સ્થાપનાદિનની ઉજવણી કરાઈ હતી. વલ્લભ વિદ્યાનગર 80મા સ્થાપનાદિન કાર્યક્રમમાં મહેમાન આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરી કિરીટભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખાભાઈ બી. પટેલ સહિતવલ્લભ વિદ્યાનગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા મંચસ્થ મહાનુભાવોએ ચારુતર વિદ્યામંડળ સંચાલિત સંસ્થાઓના તેજસ્વી તારલા, અધ્યાપકો, આચાર્યનું ટ્રોફી આપી સન્માન કર્યું હતું.

