આણંદઃ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ વિદ્યા સનલાઇટ ગ્રૂપ પર 27 ફેબ્રુઆરી 2025ના રોજ પાડેલા દરોડા પૂર્ણ થયા. આ ગ્રૂપને ત્યાંથી હાથ લાગેલા ડિજિટલ એવિડન્સની તપાસ દરમિયાન રૂ. 700 કરોડના બેનામી વ્યવહારો સાથે છેલ્લાં ત્રણ વર્ષમાં ઇન્કમટેક્સની સૌથી મોટી રકમના દરોડા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તપાસમાં.રૂ. 400 કરોડની બોગસ ખરીદી, રૂ. 200 કરોડનો માલ બિલ વગરના વેચાણ કરાયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે રૂ. 70 કરોડના ઓવર ઇનવોઇસ બતાવ્યા હતા.
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા દરમિયાન રૂ. 80 લાખ રોકડા, રૂ. 6 કરોડની જ્વલેરી જપ્ત કરીવામાં આવી છે. વિદ્યા સનલાઇટ ગ્રૂપની અમદાવાદ, ખેડા, નડિયાદ અને આણંદ ખાતે ઇન્કમટેકસના દરોડા પૂર્ણ થયા હતા.
આ કોપર એલ્યુમિનિયમ અને અર્ચિંગ વાયરનું મેન્યુફેક્ચરિંગ કરતી આણંદની વિદ્યા સનલાઇટ ગ્રૂપ પર ઇન્કમટેક્સના 27 ફેબ્રુઆરી 2025ના રોજ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદ્યા સનલાઈટ ગ્રૂપના પ્રમોટર શ્યામસુંદર લાઠી. શૈલેશ રાઠી, અક્ષય હેડા, નીતિન હેડા અને મનીષ હેડાના નિવાસસ્થાન, ઓફિસ અને ગોડાઉન મળી કુલ 20 જગ્યા પર દરોડા કાર્યવાહી ચાલી હતી.

