અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બોટાદની કાનિયાડ ચોકડી પાસે યોજેલા કૃષક આંદોલનમાં મંચ પરથી કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતો પર સતત અન્યાય થઈ રહ્યો છે. યુવાન કિસાનોની ધીરજની પરીક્ષા લેશો તો ગુજરાતમાં પણ નેપાળવાળી થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ગાંધી અને સરદાર પટેલની સહનશીલતાની હદ પહોંચી ગઈ છે, અને સરકારની ક્રૂરતા પણ તેની હદ સુધી પહોંચી ગઈ છે. સત્તામાં રહેલા લોકોને કોઈની પરવા નથી. જો પોલીસ અત્યાચાર કરતી રહેશે અને દરેક જગ્યાએ લૂંટફાટ અને ભ્રષ્ટાચાર થશે તો સામાન્ય લોકો ક્યાં જશે?

