છત્તીસગઢના બિલાસપુરમાં ટ્રેન દુર્ઘટનાઃ 8 મોત

Wednesday 05th November 2025 06:05 EST
 
 

બિલાસપુરઃ મંગળવારે છત્તીસગઢના બિલાસપુરમાં ટ્રેન દુર્ઘટના ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે દુર્ઘટના સર્જાઈ. મંગળવારે સાંજે 4 વાગ્યે જયરામનગર સ્ટેશન નજીક બિલાસપુર મેમુ લોકલ ટ્રેન એક માલગાડી સાથે સામસામે અથડાઈ ગઈ. ગટોરા અને બિલાસપુર સ્ટેશન વચ્ચે અપલાઇન પર આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયાં છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. કેન્દ્ર સરકાર તરફથી મૃતકોના પરિવારને રૂ. 10-10 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. જ્યારે ઘાયલોને રૂ. 5 લાખની સહાય જાહેરાત કરાઈ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય દ્વારા પણ મૃતકોને રૂ. 5 લાખ, જ્યારે ઘાયલોને રૂ. 50-50 હજારની સહાય જાહેર કરી છે.


comments powered by Disqus