જલારામબાપાની 226મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હાપા જલારામ મંદિર ખાતે મહાઆરતી સાથે લોહાણા સમાજનાં ભાઈ-બહેનો દ્વારા વિશાળ રોટલો ધરાવાયો હતો. 7 બાય 7 ફૂટનો 63 કિલો વજનનો વિશાળ રોટલો બાપાને ભોગરૂપે અર્પણ કર્યા બાદ સાંજે ભાવિકોમાં પ્રસાદીરૂપે તેનું વિતરણ કરાયું હતું.

