જામનગરઃ બોલિવૂડના ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાજકુમાર સંતોષીને ચેક રિટર્નના કેસમાં જામનગરની કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો હતો, જેમાં સજા રદ કરવા દાદ મગાઈ હતી. હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ સુથારે રાજકુમાર સંતોષીને ફટકારેલી સજા શરતોના આધારે મોકૂફ કરવા આદેશ કર્યો છે. બે મહિનામાં 41 લાખ 50 હજારના બે હપતા જમા કરાવવા અને બાંહેધરી આપ્યા બાદ તેમની સજા અપીલની આખરી સુનાવણી સુધી મોકૂફ રખાઈ છે.

